VIDEO: સુરત પોલીસે 500 કિમી પીછો કરી અપહૃત યુવકને બચાવ્યો, ત્રણ આરોપીઓ ઝડપાયા
ગુજરાતના સુરત શહેરમાંથી અપહરણ કરાયેલા એક યુવકને ઉગારી લેવામાં સુરત પોલીસને સફ

ગુજરાતના સુરત શહેરમાંથી અપહરણ કરાયેલા એક યુવકને ઉગારી લેવામાં સુરત પોલીસને સફળતા મળી છે. અજાણ્યા બદમાશો દ્વારા યુવકનું અપહરણ કરવામાં આવ્યાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી સતત 500 કિલોમીટર સુધી આરોપીઓનો પીછો કર્યો હતો. ફિલ્મી ઢબે હાથ ધરાયેલા આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન પોલીસે અપહૃત યુવકને સહીસલામત મુક્ત કરાવ્યો હતો. આ સાથે જ અપહરણના ગુનામાં સંકળાયેલા ત્રણ મુખ્ય આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે ગુનો નોંધીને અપહરણ પાછળના મુખ્ય કારણ અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ચલાવી રહી છે.




