મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના વેસુમાં જૈનમ ગ્રાન્ડ અલ્ટીમાં 9મા માળે લાગી ભીષણ આગ

સુરતના વેસુ વિસ્તારમાં આવેલ જૈનમ ગ્રાન્ડ અલ્ટીમાં 9મા માળે ભીષણ આગ લાગવાની ઘટના સ

તસવીર: gstv

સુરતના વેસુ વિસ્તારમાં આવેલ જૈનમ ગ્રાન્ડ અલ્ટીમાં 9મા માળે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કરોડોના ફ્લેટમાં લાગેલી આગથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો મોટો કાફલો 10થી વધુ ગાડીઓ અને હાઈડ્રોલિક મશીન સાથે સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર ટીમે 10મા અને 11મા માળેથી બે-બે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જ્યારે ટેરેસ પર ફસાયેલા 7 લોકોને પણ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે.

આ સમાચાર શેર કરો