VIDEO: સુરત સાયબર ક્રાઇમની મોટી સફળતા: બિહારથી 2456 કિમી દૂરથી ઝડપાયેલા ચાર આરોપીઓએ 125 કરોડથી વધુનું ફ્રોડ આચર્યું
સુરત સાયબર ક્રાઇમ સેલે બિહારના પટનાની એક

સુરત સાયબર ક્રાઇમ સેલે બિહારના પટનાની એક હોટલમાંથી APK ફાઇલ ફ્રોડ આચરનાર ચાર આરોપીઓની ધરપકડ કરી છે….આરોપીઓએ દેશભરમાં 336 બોગસ APK ફાઇલ દ્વારા 5 હજાર 613 લોકોના ફોન હેક કરી 125 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી....ઝડપાયેલા આરોપીઓમાં જહીલ અંસારી, રાજનકુમાર, આદિત્યરાજ અને સમીરનો સમાવેશ થાય છે. આ ટોળકી બેંક, RTO ચલણ અને સરકારી યોજનાઓના નામે બનાવટી APK ફાઇલ મોકલી ફોનનો એક્સેસ મેળવી ખાતા ખાલી કરતી હતી....અગાઉ કાનપુરથી મુખ્ય ડેવલપર રોહિતની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઈલ અને 1 લેપટોપ જપ્ત કર્યા છે.




