VIDEO: કપિરાજનું સફળ રેસ્ક્યુ, 4 દિવસ બાદ મળ્યો સુરક્ષિત રસ્તો!
આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના કાસોર ગામમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા ઝાડ પર 25થી

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના કાસોર ગામમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા ઝાડ પર 25થી 30 જેટલા વાનરો ચાર દિવસથી ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને કરમસદની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. પાંચથી છ ફૂટ પાણી વચ્ચે દોરડા અને સીડીની મદદથી પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ ગભરાયેલા વાનરો નીચે ઉતરતા નહોતા. અંતે કેટરર્સના કાઉન્ટરો ગોઠવી પાણીમાં સુરક્ષિત માર્ગ તૈયાર કરવામાં આવ્યો, જેના કારણે તમામ વાનરો સુરક્ષિત રીતે નીચે ઉતર્યા. ત્યારબાદ તમામ કપિરાજને સલામત સ્થળે છોડવામાં આવ્યા.




