VIDEO: અમદાવાદ રામોલ પોલીસની મોટી સફળતા: કુખ્યાત 'ચીખલીગર ગેંગ'ના ૨ રીઢા ચોર ગિરફ્તાર!
અમદાવાદના રામોલ વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે,

અમદાવાદના રામોલ વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે, ઘરફોડ ચોરીના ૮ જેટલા અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ૫૦૦થી વધુ સીસીટીવી ફૂટેજની બારીકાઈથી ચકાસણી કરીને આણંદ અને સુરતથી કુખ્યાત ચીખલીગર ગેંગના ૨ રીઢા ચોરોની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન ૧૮ તોલા સોનું, ૨ લાખ રૂપિયા રોકડા, બાઇક અને ડીવીઆર સહિત કુલ ૨૦.૩૦ લાખ રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ધરપકડથી રામોલ, વટવા જીઆઇડીસી અને અમરાઈવાડી પોલીસ મથકમાં નોંધાયેલી ચોરીની ઘટનાઓનો પર્દાફાશ થયો છે. સીસીટીવી અને સર્વેલન્સ ટેકનોલોજીના ઉપયોગથી પોલીસે ઘરફોડ ચોરોની ગેંગને ઝડપી પાડીને ગુનાખોરી પર મોટો પ્રહાર કર્યો છે.




