મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠાના ઈડરમાં પાણીના તેજ પ્રવાહ વચ્ચે ઝાડ પર ફસાયેલા યુવકનું સફળ રેસ્ક્યુ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઉમેદગઢ અને

તસવીર: gstv

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઉમેદગઢ અને મસાલ વચ્ચે પાણીના કાળમુખા વહેણમાં એક યુવક ફસાઈ ગયો હતો. જીવ બચાવવા માટે યુવકે પાણીના તેજ પ્રવાહ વચ્ચે આવેલા ઝાડનો સહારો લીધો હતો અને લગભગ ત્રણ કલાક સુધી ત્યાં જ રહ્યો હતો. ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોના સહયોગ અને ફાયર વિભાગની ટીમની સૂઝબૂઝથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ યુવકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો