VIDEO: સાબરકાંઠાના જાદરમાં ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીએ ચાલુ ફરજે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લાના જાદર ગામમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીં ૧૦૮ ઇમરજન્સી સેવામાં ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) તરીકે ફરજ બજાવતા સુરેશ રાવળ નામના કર્મચારીએ ચાલુ ફરજે અગમ્ય કારણોસર ગળે ટૂંપો લગાવી આપઘાત કરી લીધો છે. મૃતક છેલ્લા ૧૫ કરતાં વધુ વર્ષોથી ૧૦૮ સેવામાં નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે તેમના આ આકસ્મિક પગલાથી જાદર પંથક સહિત સહકર્મીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ જાદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આપઘાત પાછળનું સાચું કારણ હજુ સુધી અકબંધ છે.

