VIDEO : સાબરકાંઠાના ખેડ મોતીપુરા ગામમાં વ્યાજખોરીના આતંકથી યુવાને કરી આત્મહત્યા
સોર્સ : gstv
બરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડ મોતીપુરા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી એક 30 વર્ષીય યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું. મૃતકે લખેલી સુસાઇડ નોટમાં ત્રણ વ્યક્તિઓના ત્રાસનો ઉલ્લેખ કર્યો હોવાનું પરિવારજનોનું કહેવું છે. આક્ષેપ મુજબ 50 હજાર રૂપિયાની રકમ સામે લાખો રૂપિયાનું વ્યાજ ચૂકવ્યા છતાં સતત દબાણ અને હેરાનગતિ કરવામાં આવતી હતી. મૃતક પોતાના પાછળ ત્રણ દીકરી અને એક દીકરો છોડી ગયો છે. ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે

