VIDEO: જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્રની સફળતા, 'ગિરનાર ૪' અને 'ગિરનાર ૫' જાતો વિકસાવી
જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા 'ગિરનાર ૪' અને 'ગિરનાર ૫' ન

જૂનાગઢ મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા 'ગિરનાર ૪' અને 'ગિરનાર ૫' નામની મગફળીની નવી જાતોનું સફળ સંશોધન કરાયું છે. રોગપ્રતિકારક શક્તિ ધરાવતી આ જાતો હેક્ટર દીઠ ૩૫થી ૪૫ મણનું ઉત્તમ ઉત્પાદન આપે છે અને ઓછા પાણીમાં પણ સારી રીતે પાકે છે. આ મગફળીના તેલમાં 'ઓલેઈક એસિડ'નું પ્રમાણ ૮૦ ટકા સુધી હોવાથી તે હૃદયરોગના દર્દીઓ માટે રામબાણ અને મોંઘા ઓલિવ ઓઈલનો ઉત્તમ વિકલ્પ સાબિત થશે. વધુમાં, પાક તૈયાર થયા બાદ પશુઓ માટે પૌષ્ટિક ચારો પણ મળી રહે છે. ૪થી ૫ વાર તળવામાં ઉપયોગ કર્યા પછી પણ આ તેલની ગુણવત્તા જળવાઈ રહે છે, જે ખેડૂતો અને ગ્રાહકો બંને માટે આશીર્વાદરૂપ બનશે.




