VIDEO: સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી નજીક બે જૂથો વચ્ચે પથ્થરમારો અને હિંસક અથડામણ
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી નજીક ધોળા દિવસે સામાન્ય બોલાચાલી બાદ બે

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી નજીક ધોળા દિવસે સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો સામસામે આવી જતા કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડ્યા હતા. ફરસી અને ધોકા જેવા ઘાતક શસ્ત્રો સાથે થયેલી આ હિંસક અથડામણ દરમિયાન ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે આજુબાજુ ઊભા રહેલા વાહનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. આ ગંભીર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને સ્થાનિક રહીશોમાં પોલીસ તંત્ર સામે ભારે રોષ તેમજ ચિંતા વ્યાપી ગઈ છે.




