VIDEO: હિંમતનગરમાં રાજ્યકક્ષાની DGP કપ ટુર્નામેન્ટનો પ્રારંભ
સાબરકાંઠાના હિંમતનગર ખાતે રાજ્યકક્ષાની DGP કપ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. આગામી ચાર દિવસ સુધી

સાબરકાંઠાના હિંમતનગર ખાતે રાજ્યકક્ષાની DGP કપ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિત વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. રેન્જ આઈજીપી વીરેન્દ્ર યાદવના હસ્તે ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ વખતે ટુર્નામેન્ટનું યજમાનપદ સાબરકાંઠા પોલીસને સોંપવામાં આવ્યું છે. રાજ્યની વિવિધ એજન્સીઓ સહિત તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાના રમતગમતના કૌશલ્યનું પ્રદર્શન કરશે.




