મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જાફરાબાદમાં આકાશી આફત, પીપળી કાંઠા વિસ્તાર જળમગ્ન, મકાનોમાં ઘૂસ્યા પૂરના પાણી!

અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ

તસવીર: gstv

અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સર્વત્ર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. મુશળધાર વરસાદના પગલે જાફરાબાદ શહેરના પીપળી કાંઠા વિસ્તારમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે અને રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણી હવે લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. રહેણાંક મકાનોમાં કમર સુધી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશોની ઘરવખરી અને અનાજ સહિતનો કિંમતી સામાન સંપૂર્ણપણે પલળી જતાં ભારે નુકસાન થયું છે. આ આકાશી આફતના લીધે પોતાના જ આશિયાનામાં કેદ થયેલા સ્થાનિક લોકોને પીવાના પાણી અને જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પૂરના પાણી ઘરોમાં ઘૂસવાની આ ગંભીર ઘટનાથી સમગ્ર પંથકના લોકોમાં વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન નિકાલ વ્યવસ્થા સામે ભારે રોષ અને લાચારીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો