મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : છોટાઉદેપુર જિલ્લામાં પેટ્રોલ- ડીઝલની ગંભીર અછત, રાતભર લાંબી કતારોમાં જોવા મળ્યા ખેડૂતો

છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની અછત ગંભીર બની છે. ખેતીનો સમય નજીક આવતા ખેડૂ

તસવીર: gstv

છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની અછત ગંભીર બની છે. ખેતીનો સમય નજીક આવતા ખેડૂતો ટ્રેક્ટર અને કારબા લઈને રાતભર પેટ્રોલ પંપો પર લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલા પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. ખેડૂતોના આક્ષેપ મુજબ પંપ પર ડીઝલ ઉપલબ્ધ હોવા છતાં પૂરતું વિતરણ કરવામાં આવતું નથી. એક પંપ પર ડીઝલ ન મળતા ખેડૂતો બીજા પંપ તરફ દોડધામ કરી રહ્યા છે. ચોમાસું નજીક આવતા ડીઝલની અછત ખેડૂતો માટે મોટી ચિંતા બની છે. હવે તંત્ર ખેડૂતોની મુશ્કેલી ક્યારે દૂર કરે છે તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો