VIDEO: બાંગ્લાદેશમાં એરફોર્સનું F-7 ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ, 19 લોકોના મોત; 100થી વધુ ઘાયલ

બાંગ્લાદેશ વાયુ સેનાનું એક F-7 ટ્રેનર વિમાન 1.30 કલાકે ઢાકાના દિયાબારી વિસ્તારમાં ક્રેશ થય

બાંગ્લાદેશ વાયુ સેનાનું એક F-7 ટ્રેનર વિમાન 1.30 કલાકે ઢાકાના દિયાબારી વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાન માઇલસ્ટોન કોલેજના ઉત્તર કેમ્પસમાં સ્કૂલ પાસે પડ્યું હતું. આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા છે જ્યારે 160 લોકો ઘાયલ થયા છે.

બાંગ્લાદેશ એરફોર્સનું એક F-7 ટ્રેઈની વિમાન આજે બપોરે 1:30 વાગ્યે રાજધાની ઢાકાના ઉત્તરીય ક્ષેત્રમાં દિયાબારી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. આ વિમાન માઈલસ્ટોન કોલેજના ઉત્તરા કેમ્પસ નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું. માહિતી અનુસાર આ વિમાન માઇલસ્ટોન કોલેજના ઉત્તર દિશામાં કેમ્પસમાં તૂટી પડ્યું હતું. 

જાહેરાત

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, F-7 ટ્રેનર વિમાન બપોરે 1 વાગીને 6 મિનિટે ઉડ્યું હતું અને તેની 24 મિનિટ બાદ 1 વાગીને 30 મિનિટ પર ક્રેશ થયું હતું. હજરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટના એક સીનિયર અધિકારીએ આ ઘટનાની પૃષ્ટી કરી છે.મળતી માહિતી અનુસાર, F-7 એક ચાઇનિઝ વિમાન છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત