મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO/ સાઉદીના વિમાનમાં આગ લાગતા પેશાવરમાં ઇમરજન્સી લેન્ડિંગ; 276 મુસાફર હતા સવાર

પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર ઉતરતા સમયે સાઉદી એરલાઇન્સની ફ્લાઇટ SV792માં આગ લાગી હતી. લેન્ડિંગ ગિયરમાં

પાકિસ્તાનના પેશાવર એરપોર્ટ પર ઉતરતા સમયે સાઉદી એરલાઇન્સની ફ્લાઇટ SV792માં આગ લાગી હતી. લેન્ડિંગ ગિયરમાં તકલીફને કારણે ટાયરમાં આગ લાગી હતી.જોકે, કોઇ નુકસાનના સમાચાર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઇટમાં તમામ 276 મુસાફર અને 21 ચાલક દળના સભ્ય હાજર હતા.

ઇમરજન્સી દરવાજાથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા

જોકે, ટાયર ફાટવાની જાણકારી મળ્યા બાદ મુસાફરોમાં અફરા તફરી મચી ગઇ હતી. તમામ મુસાફરોને ઇમરજન્સી દરવાજામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સિવિલ એવિએશન ઓથોરિટી અને ફાયર વિભાગના અધિકારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. 

આ સમાચાર શેર કરો