મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલી જિલ્લાના બાબરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સાંબાલેધાર વરસાદથી પાકને થશે મોટો ફાયદો

અમરેલી જિલ્લામામોટાભાગના વિસ્તારો સહિત બાબરા પંથકમાં ધોધમ

તસવીર: gstv

અમરેલી જિલ્લામામોટાભાગના વિસ્તારો સહિત બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બાબરાના સુખપુર, ખંભાળા તેમજ આસપાસના ગામોમાં મેઘરાજાએ સાંબેલાધાર બેટિંગ કરી હતી. લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં આ મેઘમહેરથી ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે.સતત પડી રહેલા આ વરસાદને કારણે વાવણી લાયક પાણી મળી રહેતાં કપાસ, મગફળી અને સોયાબીન સહિતના ચોમાસુ પાકોને મોટો ફાયદો થશે. વરસાદથી પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ધરતીપુત્રોના ચહેરા ખીલી ઊઠ્યા છે.

આ સમાચાર શેર કરો