મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : લખનૌમાં સમાજવાદી પાર્ટીની મહિલા કાર્યકરોએ સરકારની નીતિઓ સામે કર્યું વિરોધ પ્રદર્શન

ઉત્તર પ્રદેશના લખનૌમાં સમાજવાદી પાર્ટીની મહિલા કાર્યકરોએ સરકારની નીતિઓ સામે વિર

ઉત્તર પ્રદેશના લખનૌમાં સમાજવાદી પાર્ટીની મહિલા કાર્યકરોએ સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા કાર્યકરોએ વિરોધના પ્રતીક રૂપે હાથમાં પૂતળું લઈને પાર્ટી કાર્યાલય નજીકથી માર્ચ શરૂ કરી હતી. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એલર્ટ પર રહેલી પોલીસે પ્રદર્શનકારીઓને ગૌતમ પલ્લી વિસ્તારમાં બેરિકેડ્સ લગાવીને અટકાવી દીધી હતી. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારી મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો