મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO : જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે એરપોર્ટ પર જોવા મળ્યો સલમાન ખાન

બોલિવૂડ એક્ટર સલમાન ખાન આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. એક તરફ સલમાન પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં છે તો

બોલિવૂડ એક્ટર સલમાન ખાન આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. એક તરફ સલમાન પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં છે તો બીજી તરફ તેને સતત ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓ વચ્ચે સલમાન શુક્રવારે વહેલી સવારે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી પણ તેમની સાથે જોવા મળ્યો હતો. સલમાનનો એરપોર્ટનો વિડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ધમકીઓ વચ્ચે એરપોર્ટ પર જોવા મળ્યો સલમાન

સલમાન ખાન આજે એટલે કે 6 ડિસેમ્બર 2024ના રોજ સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન તેનો બોડીગાર્ડ શેરા અને બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી પણ સલમાન સાથે જોવા મળ્યા હતા. સલમાન કડક સુરક્ષા વચ્ચે એરપોર્ટમાં પ્રવેશતો જોવા મળ્યો હતો.

ચહેરા પર ન દેખાયો ડર

સલમાન ખાનને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ પછી પણ સલમાન કોઈપણ ડર વગર પોતાના પ્રોજેક્ટ પૂરા કરતા જોવા મળે છે. આજે પણ મુંબઈ એરપોર્ટ પર અભિનેતાના ચહેરા પર સહેજ પણ ડર દેખાતો નહોતો. તે પાપારાઝી તરફ પ્રેમથી હસતો જોવા મળ્યો હતો. લુકની વાત કરીએ તો હંમેશાની જેમ આ વખતે પણ સલમાને પોતાના લુકથી બધાના દિલ જીતી લીધા છે. એરપોર્ટ લુક માટે સલમાને બ્લેક શર્ટ અને બ્લુ ટ્રાઉઝર પહેર્યું હતું. આ સાથે અભિનેતાએ કેપ પહેરી હતી જેમાં તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.

સેટ પર એક અજાણ્યો શખ્સ ઘુસ્યો હતો

તમને જણાવી દઈએ કે તાજેતરમાં 4 ડિસેમ્બર 2024ના રોજ મુંબઈના દાદરમાં સલમાન ખાનના સેટ પર એક અજાણ્યો શખ્સ ઘૂસ્યો હતો. અહેવાલો અનુસાર, જ્યારે તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે સલમાનની સામે જ બિશ્નોઈનું નામ લીધું અને કહ્યું, 'શું હું બિશ્નોઈને કહું?' આશ્ચર્યજનક વાત એ હતી કે સેટ પર કડક સુરક્ષા વચ્ચે તે અંદર કેવી રીતે પ્રવેશ્યો? 

આ સમાચાર શેર કરો