VIDEO: મોરાદાબાદના કાંઠ વિસ્તારમાં રોડવેઝ બસનો અકસ્માત
ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જિલ્લાના કાંઠ વિસ્તારમાં નેપાળી મુસાફરોને લઈ જઈ રહેલી ઉત્તર પ્રદેશ રોડવેઝની એક બસન

ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જિલ્લાના કાંઠ વિસ્તારમાં નેપાળી મુસાફરોને લઈ જઈ રહેલી ઉત્તર પ્રદેશ રોડવેઝની એક બસને ભયાનક અકસ્માત નડ્યો છે. મુસાફરોથી ભરેલી આ બસ અચાનક અનિયંત્રિત થઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બસમાં સવાર ઘણા નેપાળી નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનીક લોકો અને કાંઠ થાણા પોલીસ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્તોને તાકીદે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે રસ્તા પર થોડો સમય વાહનવ્યવહાર ખોરવાયો હતો, પરંતુ પોલીસે વાહનો દૂર કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. તંત્ર દ્વારા ઘટનાની ગંભીર નોંધ લઈને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.




