મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

તેલંગાણામાં ક્રાંતિકારી કાયદો: માતા-પિતાની સેવા નહીં કરો તો 15 ટકા પગાર કપાશે, MLA અને MP પણ કાયદાના દાયરામાં

VIDEO:&nb

VIDEO: તેલંગાણા વિધાનસભાએ તેલંગાણા એમ્પ્લોયીઝ એકાઉન્ટેબિલિટી એન્ડ મોનિટરિંગ ઓફ પેરેન્ટલ સપોર્ટ બિલ2026ના સર્વાનુમતે પસાર કર્યો છે.

 આ કાયદા હેઠળ જો કોઈ સરકારી કે ખાનગી ક્ષેત્રના કર્મચારી તેમના આશ્રિત માતા-પિતાની સંભાળ રાખવામાં નિષ્ફળ જાય તો તેમના પગારમાંથી 15 ટકા અથવા 10 હજાર રૂપિયા કાપીને સીધા માતા-પિતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.આ કાયદો સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સંસ્થાના પ્રતિનિધિઓને પણ લાગુ પડશે. માતા-પિતા જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરી શકશે. જિલ્લા મેજિસ્ટ્રેટ 60 દિવસમાં નિર્ણય લઈ આદેશ જારી કરશે. કાયદામાં સાવકા માતા-પિતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી એ. રેવંથા રેડ્ડીએ જણાવ્યું કે માતા-પિતાના અધિકારોનું રક્ષણ જરૂરી છે અને સમાજમાં તેમની ઉપેક્ષા સ્વીકાર્ય નથી. આ કાયદો 2007ના કેન્દ્રીય કાયદાની તુલનામાં વધુ અસરકારક અમલીકરણ માટે ઘડવામાં આવ્યો છે. વૃદ્ધોની વધતી અવગણનાને ધ્યાનમાં રાખીને લાવવામાં આવેલા આ પગલાને સામાજિક જવાબદારીનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો