VIDEO : કાશ્મીર ખીણ ફરી મહેકી ઉઠશે, ગ્લોબલ વોર્મિંગ સામે લડવા શ્રીનગરમાં 10 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ
શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર) માં પર્યાવરણની જાળવણી માટે 'મિશન 1 મિલિયન ટ્રીઝ' અંતર્ગત ભવ
શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર) માં પર્યાવરણની જાળવણી માટે 'મિશન 1 મિલિયન ટ્રીઝ' અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય કાશ્મીર ખીણની હરિયાળી વધારવાનો અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવાનો છે.આ કાર્યક્રમમાં વહીવટી અધિકારીઓ, સ્થાનિક રહેવાસીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રીનગરના વિવિધ વિસ્તારોમાં હજારો રોપા વાવવામાં આવ્યા હતા. આ મિશન દ્વારા પ્રદૂષણ ઘટાડવા અને કુદરતી સૌંદર્યને પુનર્જીવિત કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રે લોકોને આ અભિયાનમાં જોડાઈને પર્યાવરણ સુરક્ષામાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી છે, જેથી ભવિષ્યની પેઢીને સ્વસ્થ વાતાવરણ મળી રહે.
જાહેરાત








