મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાલિયામાં ખાડીના ઘોડાપુરમાં રેસ્ક્યુ ઓપરેશન

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સોડગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપુર આવતા તંત્ર અને પોલીસે મોટું રેસ્

તસવીર: gstv

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સોડગામ નજીકથી પસાર થતી ટોકરી ખાડીમાં ઘોડાપુર આવતા તંત્ર અને પોલીસે મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. વાલિયા અને નેત્રંગ વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા હતા, જેના પગલે સોડગામના ત્રણ ફળિયામાં 150થી વધુ લોકો પાણી વચ્ચે ફસાયા હતા. જાણ થતાં વાલિયા પોલીસ અને તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી. પી.આઈ. આર.ડી. ચૌધરી સહિતના પોલીસ કર્મચારીઓએ સ્થાનિકોની મદદથી લોકોને સલામત રીતે બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. બીજી તરફ લુણા ગામ નજીક કિમ નદીના પાણી ખેતરો અને મુખ્ય માર્ગ પર ફરી વળતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો