VIDEO: સુરતમાં બેફામ બનેલા કાર ચાલકે બાઈક પર જતા પરિવારને ઉડાવ્યો, ગર્ભવતિ પત્ની-પતિ અને બાળકીને ઈજા
સુરતમાં એક તરફ હેલ્મેટને લઈને તંત્ર દ્વારા કડકાઈ અપનાવવામાં આવે છે. બીજી તરફ અકસ્માતોમાં પણ વધારો થઈ રહ્યો છે. બે
સુરતમાં એક તરફ હેલ્મેટને લઈને તંત્ર દ્વારા કડકાઈ અપનાવવામાં આવે છે. બીજી તરફ અકસ્માતોમાં પણ વધારો થઈ રહ્યો છે. બેફામ બનીને કાર ચલાવતા ચાલકો દ્વારા થયેલા અકસ્માતમાં વધુ એક વધારો થયો છે. લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. ફૂલ સ્પીડે કાર ચલાવતા એકે આગળ બાઈક પર જઈ રહેલા પરિવારને ઉડાવ્યો હતો. ત્યારબાદ કાર ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગર્ભવતી પત્ની અને પતિ ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે તેમની સાથે રહેલી ત્રણ વર્ષની બાળકીના હોઠમાં ઇજા થતા ચાર ચાર ટાંકા લેવા પડ્યા હતા. હાલ આ તમામની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ મામલે મહીધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી છે. સલાબતપુરા વિસ્તારમાં 26 વર્ષિય સારિક અનવર ગુલામ દસ્તગીર તેમની પત્ની અને નાની 3 વર્ષની બાળકીને ઈજા હોંચી હતી.




