મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મેઘરાજાની આગાહી સામે રાજકોટ તંત્ર સજ્જ, હાઈ એલર્ટ પર ફાયર બ્રિગેડ, ૬૦થી વધુ જવાનો તૈનાત!

હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં ભારે વરસાદની

તસવીર: gstv

હવામાન વિભાગ દ્વારા રાજકોટમાં ભારે વરસાદની કરવામાં આવેલી આગાહીને પગલે મહાનગરપાલિકાનું ફાયર અને ઇમરજન્સી વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈપણ આકસ્મિક આપત્તિ કે જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા માટે ૬૦થી વધુ જવાનોના બળ સાથે ૫ અલગ-અલગ સ્પેશિયલ રેસ્ક્યુ ટીમો મેદાનમાં તૈનાત કરવામાં આવી છે. આપત્તિ પ્રબંધનને વધુ મજબૂત બનાવવા માટે આ ટીમોને બોટ, ફાયર રેસ્ક્યુ વ્હીકલ સહિતના આધુનિક બચાવ સાધનોથી સજ્જ કરાઈ છે, તેમજ ન્યારી અને આજી ડેમ ખાતે બોટ સંચાલનની મોકડ્રિલ યોજીને જવાનોને વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે. બીજી તરફ, શહેરમાં શરૂ થયેલા વરસાદના કારણે અત્યાર સુધીમાં જુદા-જુદા વિસ્તારોમાં ૧૫ જેટલા વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. સ્ટેશન ફાયર ઓફિસર તેજસ ગઢવીના જણાવ્યા અનુસાર, તંત્ર નાગરિકોની સુરક્ષા માટે ૨૪ કલાક કટિબદ્ધ છે અને કોઈપણ આપત્તિજનક કટોકટીમાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવા સજ્જ છે.

આ સમાચાર શેર કરો