VIDEO: રાજકોટ / નવનિયુક્ત પ્રમુખે પદભાર સંભાળ્યાના ૨૪ કલાકમાં જ તેમના પુત્રની કથિત ઓડિયો ક્લિપ વાયરલ
રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ સંજય પીપળીયાના પદભાર સંભાળ્યાના ૨૪ કલાકમાં જ તેમના પુત્ર

રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ સંજય પીપળીયાના પદભાર સંભાળ્યાના ૨૪ કલાકમાં જ તેમના પુત્ર હર્ષિલ પીપળીયાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર 'આગામી પ્રમુખ કોણ?' તેવી એક પોસ્ટમાં સંજય પીપળીયાનો ફોટો ન હોવા બાબતે અને અર્જુન ખાટરીયાનું નામ ચર્ચામાં હોવાથી ઉશ્કેરાયેલા હર્ષિલ પીપળીયાએ ભાજપના જ એક કાર્યકર્તાને બેફામ ગાળો આપી હોવાનો આક્ષેપ છે. વાયરલ ક્લિપમાં તે કાર્યકર્તાને જિલ્લા પંચાયતમાં પગ ન મૂકવા અને ઉપાડી લેવાની ધમકી આપતો સંભળાય છે, જેના કારણે રાજકીય આલમમાં ચર્ચા જાગી છે કે શું હવે જિલ્લા પંચાયતમાં કોને પ્રવેશ આપવો તે પ્રમુખના પુત્ર નક્કી કરશે.


