મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ / દવાના હેવી ડોઝથી મહિલાની ચામડી ઉખડી, વાળ ખરી ગયા, હોસ્પિટલે ખંખેર્યું ₹25 લાખનું બિલ

રાજકોટની મેડિકેર હોસ્પિટલના ડો. અમિત વરસાણીની કથિત બેદરકારીને કારણે એક પરિણીત મહિલાની જિંદગી

રાજકોટની મેડિકેર હોસ્પિટલના ડો. અમિત વરસાણીની કથિત બેદરકારીને કારણે એક પરિણીત મહિલાની જિંદગી બરબાદ થઈ હોવાનો પરિવાર દ્વારા સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. તાવની સારવાર માટે દાખલ થયેલી મહિલાને દવાઓ અને ઇન્જેક્શનના હેવી ડોઝ અપાતા તેમના વાળ ખરી ગયા, ચામડી ઉખડી ગઈ અને ડાયાબિટીસ જેવી બીમારીનો ભોગ બનવું પડ્યું હોવાનો દાવો કરાયો છે. હોસ્પિટલે ૨૫ લાખથી વધુનું બિલ વસૂલ્યું હોવા છતાં યોગ્ય સારવાર ન મળી હોવાથી પરિવારે કલેક્ટર અને આરોગ્ય મંત્રી સુધી રજૂઆત કરી છે. જોકે, ગુજરાત મેડિકલ કાઉન્સિલે માત્ર ઠપકો આપી સંતોષ માનતા પરિવારે આ જવાબને હાસ્યાસ્પદ ગણાવી ડોક્ટર સામે કડક પોલીસ કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો