VIDEO: પાટણમાં 100 વર્ષ જૂના ટાંકામાં મઘા નક્ષત્રનું વરસાદી પાણી થાય છે અકબંધ સંગ્રહ
એતિહાસિક પાટણ શહેરના જૂના મહોલ્લા અને પોળોમાં આજે પણ 100 વર્ષ કરતાં

એતિહાસિક પાટણ શહેરના જૂના મહોલ્લા અને પોળોમાં આજે પણ 100 વર્ષ કરતાં વધુ જૂના પાણીના ટાંકા હયાત છે. સોનીવાડ વિસ્તારમાં આવેલી હરસિદ્ધિ માતાની પોળમાં અંદાજે દસ મકાનોમાં અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકા આવેલા છે, જેમાં 50 હજાર લીટરની ક્ષમતા ધરાવતું એક સદી જૂનું ટાંકું પણ સમાવિષ્ટ છે. સ્થાનિક રહીશ સ્વાતિબેનના જણાવ્યા મુજબ, તેઓ ખાસ મઘા નક્ષત્ર દરમિયાન જ વરસતા વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. આ ગુણવર્ધક અને શુદ્ધ પાણીનો ઉપયોગ તેઓ ઘરવપરાશ, રસોઈ અને ઠાકોરજીની સેવાપૂજામાં કરે છે. પાલિકાના પાણીમાં દૂષણ કે ગટર ભળવાની સમસ્યા વચ્ચે પણ આ કુદરતી જળથી શરીર સ્વસ્થ રહે છે અને રોગચાળાથી મુક્તિ મળે છે.



