VIDEO: PATAN/ સદારામ છાત્રાલયમાં બાળકો સાથે ભેદભાવ મુદ્દે ઠાકોર સમાજ આકરા પાણીએ
પાટણના રાધનપુરમાં આવેલા સદારામ છાત્રાલયમાં બાળ

પાટણના રાધનપુરમાં આવેલા સદારામ છાત્રાલયમાં બાળકો સાથે થતા ભેદભાવ મુદ્દે જીએસટીવીના અહેવાલની અસર પડી છે. આ કેસમાં ઠાકોર સમાજના આગેવાનો સફાળા જાગ્યા છે. તેમણે સ્થળ મુલાકાત કરી છાત્રાલયના પ્રમુખ તેમજ વહીવટકર્તાઓને અલ્ટીમેટમ આપ્યુ છે. જો છાત્રાલયના બાળકોને સુવિધા નહિ મળે તો પંદર દિવસમાં નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. છાત્રાલયના બાળકોને જમવામાં માત્ર બે રોટલી અને પાણીવાળું શાક આપવામાં આવતું હતુ અને ઠાકોર સમાજના બાળકોને છાત્રાલયમાં પ્રવેશ અપાતો ન હતો.



