મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 'અદાણીના હાથે દેશ વેચવા ના દો', રાહુલ ગાંધીએ અનોખા અંદાજમાં દર્શાવ્યો વિરોધ

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાનો વિરોધ વ્યક્ત કરવા સંસદ સંકુલમાં રક્ષા મંત્રી રાજના

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાનો વિરોધ વ્યક્ત કરવા સંસદ સંકુલમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહને ગુલાબના ફૂલ અને ત્રિરંગો આપ્યો હતો. સંસદમાં હાજર રહેવા આવેલા રાજનાથ સિંહ જેવા તેમની કારમાંથી નીચે ઉતર્યા કે તરત જ રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓએ  તેમની પાસે આવીને ગુલાબનું ફૂલ અને ત્રિરંગો આપ્યો હતો. આ ઘટના કેન્દ્ર સરકાર પર અમેરિકામાં અદાણી સામેના લાંચના આરોપો પર ચર્ચા ટાળવાના આરોપ સાથે સંસદની બહાર વિપક્ષના વિરોધ દરમિયાન બની હતી. 

કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે અમે સંસદમાં સત્તાધારી પક્ષના સાંસદોને ત્રિરંગો અને ગુલાબ આપીને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ દર્શાવી  અપીલ કરી રહ્યા છીએ કે દેશે અદાણીના હાથમાં દેશ વેચી ના દો. હાલની સરકારે સંસદનું કામકાજ ન ચાલવા દેવાના સોગંધ ખાધા છે. વિપક્ષ સતત રાહુલ ગાંધીના નેતૃત્વમાં ગૃહ ચલાવવા અને અદાણીની લૂંટ અંગે ચર્ચા કરવા અપીલ કરી રહ્યું છે, પરંતુ સરકાર અદાણીને બચાવવાના તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.

20 નવેમ્બરે સત્રની શરૂઆત થઈ ત્યારથી જ બંને ગૃહોમાં આ મુદ્દા પર સતત હોબાળો થઈ રહ્યો છે. કોંગ્રેસે અદાણી મુદ્દે ચર્ચાની માંગ કરી તો ભાજપે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અબજોપતિ પરોપકારી જ્યોર્જ સોરોસ સાથેના સંબંધો ધરાવે છે, જેમણે સોરોસ ફાઉન્ડેશન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી સંસ્થા સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો, જેણે કથિત રીતે કાશ્મીરને ભારતથી અલગ કરવાના વિચારે સમર્થન આપ્યું હતું.

મંગળવારે (10 ડિસેમ્બર), વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોક પાર્ટીઓએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને હટાવવા માટે રાજ્યસભામાં ઠરાવ લાવવા માટે નોટિસ સબમિટ કરી. તેઓએ તેમના પર ઉપલા ગૃહના અધ્યક્ષ તરીકે "પક્ષપાતી" વલણનો આરોપ લગાવ્યો. 

આ સમાચાર શેર કરો