VIDEO: ડાંગના સુબીરમાં પૂર્ણા નદી ગાંડીતૂર, 300 વિદ્યાર્થીઓને શેલ્ટર હોમમાં ખસેડાયા
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં અવિરત ધોધમાર વરસાદને પગલે પુર્ણા નદીમાં ઘોડાપૂરની સ્

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં અવિરત ધોધમાર વરસાદને પગલે પુર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. સુબીર તાલુકાના મહાલ ખાતેથી પ્રસાર થતી પુર્ણા નદીના પૂરના પાણી એકલવ્ય મોડલ રેસીડેન્સી શાળામાં ભરાયા હતા. જેથી એકલવ્ય મોડલ રેસીડેન્સી શાળા ના ૩૧૧ જેટલા વિધાર્થીઓને મહાલની માધ્યમિક શાળાના શેલ્ટર હોમમાં ખસેડાયા હતા. તમામ વિદ્યાર્થિઓની રહેવા જમવાની સગવળ વહીવટીતંત્ર ધ્વારા જ કરવામાં આવી..




