મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : કર્ણાટકમાં ભાજપ મહિલા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન

કર્ણાટકના તુમકુર શહેરમાં ભાજપની મહિલા કાર્યકર્તાઓ દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંસદના સત્રમાં

કર્ણાટકના તુમકુર શહેરમાં ભાજપની મહિલા કાર્યકર્તાઓ દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંસદના સત્રમાં મહિલા અનામત બિલ મામલે થયેલા વિલંબ અને અવરોધોને સખત શબ્દોમાં વખોડી કાઢતા આ પ્રદર્શન યોજાયું હતું. શહેરના ટાઉન હોલ પાસે મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. મહિલાઓને સમાન હક અને પ્રતિનિધિત્વ આપવા માટે અનામત અનિવાર્ય છે. સંસદમાં આ બિલમાં આવતા વિધ્નો એ મહિલા સશક્તિકરણના માર્ગમાં અવરોધ સમાન છે. ભાજપ મહિલા મોરચાએ માંગ કરી છે કે મહિલાઓને તેમનો હક વહેલી તકે મળે અને રાજકીય ક્ષેત્રે તેમની ભાગીદારી મજબૂત બને.

આ સમાચાર શેર કરો