VIDEO: એએમસીની શાળાઓમાં બિનમંજૂર મુલાકાત સામે વિરોધ
અમદાવાદ મ્યુનિસિપલ શાળાઓમાં રાજકીય પક્ષો, NGO અને અન્ય લોકોની મુલાકાત સામે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ

અમદાવાદ મ્યુનિસિપલ શાળાઓમાં રાજકીય પક્ષો, NGO અને અન્ય લોકોની મુલાકાત સામે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળે વિરોધ નોંધાવ્યો છે. મંજૂરી વિના શાળામાં પ્રવેશ કરી શિક્ષકો અને વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે સ્કૂલ બોર્ડે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખી કાર્યવાહી કરવાની માંગ કરી છે. BNS ઉપરાંત પોક્સો, આઈટી એક્ટ અને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. શાળાની મુલાકાતના નામે વિરોધ કે શાળાની બદનામી થાય તેવી પ્રવૃત્તિ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.




