VIDEO: કર્ણાટક સરકારનો મોટો નિર્ણય: શાળાઓમાં ધોરણ 6 થી એઆઈ શિક્ષણ શરૂ કરવાની જાહેરાત
કર્ણાટક સરકારે શાળાઓમાં ધોરણ-6થી આર્ટિફિશિયલ ઇન્ટેલિ

કર્ણાટક સરકારે શાળાઓમાં ધોરણ-6થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત શિક્ષણ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી વિદ્યાર્થીઓમાં નાનપણથી જ કોડિંગ કૌશલ્ય વિકસી શકે. બેંગલુરુમાં સ્વતંત્રતા દિવસના ભાષણમાં આ જાહેરાત કરવામાં આવી છે….મુખ્યમંત્રીએ AI અક્ષરા અભિયાન જેવી પહેલની ઘોષણા કરી છે. બેંગલુરુમાં દેશની પ્રથમ જાહેર AI યુનિવર્સિટી સ્થાપવાની સાથે જાન્યુઆરી 2027 સુધીમાં AI પ્રમાણપત્ર અભ્યાસક્રમો શરૂ કરવા અને રાજ્યભરમાં AI હબ્સ બનાવવાની યોજના છે, જેના દ્વારા બેંગલુરુને ભારતની AI રાજધાની બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.




