પ્રિયંકા ગાંધીએ પિતા રાજીવ ગાંધીને યાદ કરતા ભાવુક થઈ કહ્યું, ‘મોદીજી નહીં સમજી શકે’
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા આજે મધ્ય પ્રદેશના મુરેનામાં એક જ
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા આજે મધ્ય પ્રદેશના મુરેનામાં એક જાહેર રેલીને સંબોધિત કરતી વખતે પિતા રાજીવ ગાંધીને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા.
પ્રિયંકા ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું "19 વર્ષની ઉંમરે જ્યારે હું મારા શહીદ પિતાના ટુકડા ઘરે લાવી, ત્યારે હું આ દેશથી નારાજ હતી. મારા હૃદયમાં એ લાગણી હતી કે મે મારા પિતાને મોકલ્યા, એમને સુરક્ષિત રાખવાનું તમારું કામ હતું. મે મારા પિતાજીને પ્રેમથી તમારી પાસે મોકલ્યા અને તમે આ ટુકડા મોકલી દીધા અમને અને આ ટુકડાઓ પણ દેશના ઝંડામાં વીંટાળેલા હતા. હું નારાજ હતી.. હું સમજું છું કે શહીદનો અર્થ શું છે. આજે હું 52 વર્ષની છું, પહેલીવાર આ વાત હું જાહેરમાં કહી રહી છું. એ સમયે મને ગુસ્સો હતો… ધીરે ધીરે મને સમજાયું કે આપણે જેને પ્રેમ કરીએ છીએ તેનાથી નારાજ ના થવાય. હું મારા દેશ પ્રત્યેનો કેટલો પ્રેમ છે એ કેવી રીતે સમજવું.. હું કેમ સમજવું જયારે મોદીજી મારા પિતાજીને દેશદ્રોહી બોલે છે, જયારે મોદીજી કહે છે મારા પિતાજીએ પોતાની માતા પાસેથી વિરાસત લેવા માટે કાનૂન બનાવી દીધો, તો મોદીજી એ વાત સમજી નહીં શકે કે મારા પિતાજીને વિરાસતમાં ધન-દૌલત નથી મળી પણ ‘શહાદતની ભાવના’ મળી છે. તમે સમજી શકો છો તમે દેશના ખેડૂતો છો, તમે આ દેશ સીંચ્યો છે. તમે પોતાના બાળકોને સરહદો પર મોકલ્યા છે, જયારે તમારા બાળકો શહિદ થાય છે ત્યારે હું જાણું છું કે તમારા દિલમાં શું ભાવના હોય છે કેમ કે એ જ ભાવના મારા દિલમાં છે. જે પુલાવમાંના શહીદો છે, જયારે પુલવામાં થયું એમાંથી કેટલાક પરિવારો ઉત્તરપ્રદેશના હતા. એ સમયે હું યુપીમાં હતી, હું એમના ઘરે ગઈ ત્યારે મોટા ભાગના પરિવારોએ શું બતાવ્યું તમને ખબર છે? જે પરિવારના બાળકો બચી ગયા હતા એમને કહ્યું કે ‘દીદી અમારે પણ સેનામાં ભરતી થવું છે’. એક છોકરી હતી એનો ભાઈ એરફોર્સમાં હતો એને કહ્યું ‘દીદી હું પાયલોટ બનીશ, હું એરફોર્સમાં ભરતી થઈશ.’ આ શહાદતની ભાવના છે અને આ ભાવના મોદીજી નહીં સમજી શકે"
https://publish.twitter.com/?url=https://twitter.com/PTI_News/status/1786039806788604087






