VIDEO: સરકારી શાળાના આચાર્યા હાથમાં ધારદાર હથિયાર સાથે સસ્પેન્ડ!
ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સરકારી પ્રા

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સરકારી પ્રાથમિક શાળાના મહિલા આચાર્યા (હેડમિસ્ર્ટસ) હાથમાં ધારદાર હથિયાર (લોખંડનો દાતરડો/કોયતો) લઈને ફરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ શિક્ષણ જગત અને વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો, જેને પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્વરિત પગલાં ભરીને આચાર્યાને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરી દીધા છે. પ્રાથમિક તપાસ અનુસાર, શાળા પરિસરમાં જ કોઈ બાબતે વિવાદ થયો હતો, જેમાં મહિલા હોદ્દાની ગરિમા ભૂલીને હથિયાર લહેરાવતા જોવા મળ્યા હતા. શિક્ષણ વિભાગે આ મામલે કડક વલણ અપનાવીને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને ભવિષ્યમાં આવી શિસ્તહીનતા ન ચલાવી લેવા માટે એક વિશેષ સમિતિની રચના કરી છે.



