VIDEO: ઉપલેટા તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાયાવદર મંડળીની મુખ્યમંત્રીને રજૂઆત
રાજકોટનાઉપલેટાના ભાયાવદર સેવા સહકારી મંડળીએ

રાજકોટનાઉપલેટાના ભાયાવદર સેવા સહકારી મંડળીએ સમગ્ર તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.ચોમાસાની ઋતુમાં અત્યંત નહિવત વરસાદને કારણે ખેતરોમાં ઊભેલો પાક સંપૂર્ણપણે સુકાઈ ગયો છે, જેનાથી ખેડૂતો પર દેવાનો ડુંગર ખડકાઈ ગયો છે.મંડળીએ નિષ્ફળ ગયેલા પાકનો સર્વે કરાવી ચાલુ વર્ષનું ધિરાણ માફ કરવાની માંગ ઉઠાવી છે. આ ઉપરાંત ઘાસચારા અને પાણીની વિકટ અછત વચ્ચે અબોલ પશુઓને જીવાડવા મોટો પડકાર ઉભો થયો છે.પશુધન બચાવવા તાલુકામાં તાત્કાલિક રાહત દરે ઘાસચારાના ડેપો શરૂ કરી પશુપાલકોને સહાય આપવા મંડળીએ વિશેષ અપીલ કરી છે.



