મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: ગણેશ ઉત્સવની તૈયારઓ તેજ દેશભરમાં ગણેશ ઉત્સવને લઇને જોરદાર માહોલ

ગણેશ ઉત્સવની તૈયારઓ તેજ ગણેશ મુર્તિનું કામ અંતિમ તબક્કામાં દેશભરમાં ગ

તસવીર: gstv

ગણેશ ઉત્સવની તૈયારઓ તેજ

ગણેશ મુર્તિનું કામ અંતિમ તબક્કામાં

દેશભરમાં ગણેશ ઉત્સવને લઇને જોરદાર માહોલ

ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. થોડા દિવસ પછી દેશભરમાં ગણેશ ઉત્સવની શાનદાર ઉજવણીની તૈયારી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના જાલનામાં ગણેશ મૂર્તિ બનાવવાની કામગીરીનું પુરજોશમાં કામ ચાલી રહી છે. જાલનાના વિવિધ વિસ્તારોમા મૂર્તિકારોના કારખાનાઓમાં ગણેશજીની નાની મુર્તિથી લઈને મોટી અને વિશાળ કદની મૂર્તિઓ બનાવવાનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. કારીગરો દિવસ-રાત મહેનત કરીને મૂર્તિઓને સુંદર અને આકર્ષક સ્વરૂપ આપી રહ્યા છે. માટી અને અન્ય સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવેલી મૂર્તિઓને હવે રંગરોગાનનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. મૂર્તિઓ પર અલગ-અલગ રંગ કરીને તેમને વધુ આકર્ષક બનાવવામાં આવી રહી છે. અનેક જગ્યાએ ભક્તોની પસંદગી અને માંગ પ્રમાણે વિશેષ ડિઝાઇનની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. ગણેશ મુર્તિકાર શ્રીનિવાસ ધાવલમપુરે કહે છે,“આ વર્ષે ગણેશ મૂર્તિઓની માંગ સારી છે. અત્યાર સુધીમાં અમારી મોટાભાગની મૂર્તિઓનું બુકિંગ થઈ ગયું છે અને બાકી રહેલી મૂર્તિઓનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહ્યું છે.”

ગણેશ મંડળો દ્વારા મોટી અને ભવ્ય મૂર્તિઓ માટે અગાઉથી જ ઓર્ડર આપવામાં આવ્યા છે. બીજી બાજુ, ઘરમાં સ્થાપન માટે મધ્યમ અને નાના કદની મૂર્તિઓનું પણ બુકિંગ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. મૂર્તિકારો માટે આ સમય સૌથી વ્યસ્ત સમય છે. એક તરફ મૂર્તિઓનું નિર્માણ, તો બીજી તરફ રંગરોગાન અને સજાવટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. તૈયાર થયેલી મૂર્તિઓને નુકસાન ન થાય તેની પણ કારીગરો ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. જાલનાના મૂર્તિકારોના જણાવ્યા પ્રમાણે ગણેશોત્સવની તૈયારીઓ માટે અનેક દિવસો અગાઉથી કામ શરૂ કરવામાં આવે છે, કારણ કે એક મૂર્તિને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં ઘણો સમય અને મહેનત લાગે છે.

ગણેશની મૂર્તિઓમાં આંખો અને ચહેરાના હાવભાવને અંતિમ રૂપ આપવાનું કામ સૌથી મહત્વનું માનવામાં આવે છે. કારીગરો ખૂબ જ ઝીણવટપૂર્વક આ કામ કરી રહ્યા છે. મૂર્તિઓ તૈયાર થયા બાદ તેમને ગ્રાહકો અને ગણેશ મંડળોને સોંપવામાં આવશે. મુર્તિકાર શ્રીનિવાસ ધાવલમપુરે કહે છે, 'મૂર્તિ બનાવ્યા બાદ રંગકામ અને ફિનિશિંગમાં પણ ઘણો સમય લાગે છે. અમે પંડાલો અને લોકોની ડિમાન્ડ મુજબ મુર્તિની બનાવટ અને સજાવટ કરીએ છીએ. હાલમાં અમારી 95 ટકા મુર્તિનું  કામ પૂર્ણ થઈ ગયું છે.તેથી બાકીના ઓર્ડર પણ સમયસર પૂરા કરવા માટે કામ ચાલી રહ્યું છે. આમ ગણેશ ઉત્સવની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. થોડા દિવસ બાદ ગણેશ બપ્પા પંડાલમાં બિરાજમાન થશે.

----- બ્યુરો રિપોર્ટ, જીએસટીવી

આ સમાચાર શેર કરો