Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Why not have 2 idols of Ganesha in the temple of the house? Know this important law of Vastu Shastra

VIDEO: ઘરના મંદિરમાં ગણેશજીની 2 મૂર્તિ કેમ ન રખાય? જાણો વાસ્તુશાસ્ત્રનો આ મહત્વનો નિયમ

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથ (ચતુર્થી) તિથિ પર ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ તિથિ પર ભગવાન ગણેશનો જન્મ થયો હતો. તેથી આ દિવસે ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ છે.

App Store

આ દિવસે લોકો પોત-પોતાના ઘરોમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરીને વિશેષ પૂજા-અર્ચના કરે છે, જેનાથી જીવનમાં આવતી અડચણોમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. આ દિવસે ઘરમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની 2 મૂર્તિઓ લાવીને સ્થાપિત કરે છે, પરંતુ એવું ન કરવું જોઈએ.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એક મંદિરમાં એક જ ભગવાનની એકથી વધુ મૂર્તિઓ ન રાખવી જોઈએ. હવે તમારા મનમાં સવાલ આવતો હશે કે ભગવાનની એકથી વધુ મૂર્તિઓ એક જ મંદિરમાં કેમ ન રાખવી જોઈએ? અહીં જાણો તો તમને તેની પાછળનું કારણ.

એકથી વધુ મૂર્તિ કેમ ન રાખવી જોઈએ?

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના મંદિરમાં લોકોએ ભગવાન ગણેશની એક જ મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. માન્યતા પ્રમાણે મંદિરમાં એક જ મૂર્તિ રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે, પરંતુ ગણપતિ બાપ્પાની એકથી વધુ મૂર્તિઓ રાખવાથી ઊર્જાનું સંતુલન પ્રભાવિત થઈ શકે છે. તેના લીધે પૂજા દરમિયાન એકાગ્રતાનો અભાવ થઈ શકે છે અને મન ભટકી શકે છે. સાથે જ પરિવારના લોકોને વાસ્તુ દોષની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

એવું માનવામાં આવે છે કે મંદિરમાં એક જ દેવતાની એકથી વધુ મૂર્તિ હોવાથી ઘરની શાંતિ પર ખરાબ અસર પડે છે, જેના કારણે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડાની સ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી એવું કહેવાય છે કે ઘરમાં મૂર્તિ સ્થાપિત કરતા પહેલા વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલા નિયમો વિશે એકવાર જરૂર જાણી લેવું જોઈએ. તેનાથી તમને કોઈ અશુભ પરિણામ પ્રાપ્ત ન થાય.

ગણેશ સ્થાપના માટે કઈ દિશા શુભ છે?

ભગવાન ગણેશની સ્થાપના માટે વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર-પૂર્વ દિશાને શુભ માનવામાં આવે છે. આ દિશાને આધ્યાત્મિક ઊર્જા અને શાંતિનું કેન્દ્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં ગણેશજીની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરવી જોઈએ અને મોદક સહિત અન્ય સામગ્રીનો ભોગ ધરાવવો જોઈએ. તેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને કામમાં આવતી અડચણોમાંથી મુક્તિ મળે છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું