Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Take special care of these 7 rules of Vastu in the temple of the house; even a small mistake can bring financial distress

ઘરના મંદિરમાં વાસ્તુના આ 7 નિયમોનું રાખો ખાસ ધ્યાન; નાની ભૂલ પણ લાવી શકે છે આર્થિક સંકટ

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ઘરના મંદિરમાં વાસ્તુના આ 7 નિયમોનું રાખો ખાસ ધ્યાન; નાની ભૂલ પણ લાવી શકે છે આર્થિક સંકટ
સોર્સ : gstv

દરેક ઘરમાં મંદિરનું સ્થાન સર્વોપરી અને અત્યંત પવિત્ર હોય છે. ઘરના પૂજા સ્થળ સાથે પરિવારની અતૂટ શ્રદ્ધા જોડાયેલી હોય છે, જે ઘરમાં સકારાત્મક ઊર્જા અને સુખ-શાંતિ લાવે છે. નિયમિત પૂજા-અર્ચનાથી ઘરમાં શુભતાનો સંચાર થાય છે.

App Store

જોકે, વાસ્તુશાસ્ત્રમાં પૂજા ઘર સંબંધિત કેટલાક ચોક્કસ નિયમો દર્શાવવામાં આવ્યા છે. આ નિયમોની અવગણના કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને વાસ્તુદોષ સર્જાય છે, જેનાથી આર્થિક તંગી તેમજ પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ ઘરના મંદિર સંબંધિત વાસ્તુના મહત્વના નિયમો:

 મંદિર માટે યોગ્ય સ્થાન પસંદ કરો

જગ્યાના અભાવે ક્યારેય મંદિરને સ્ટોરરૂમ કે બેડરૂમમાં ન બનાવવું જોઈએ. પૂજા સ્થાનની આસપાસ ઘરનો કચરો કે બિનજરૂરી સામાન એકત્ર ન થવો જોઈએ. જો ઘરમાં જગ્યા ઓછી હોય, તો ઈશાન (ઉત્તર-પૂર્વ) ખૂણામાં દીવાલ પર એક સ્વચ્છ લાકડાનું સુંદર મંદિર બનાવી શકાય છે. વાસ્તુ અનુસાર રસોડામાં કે સીડી નીચે મંદિર બનાવવાનું પણ ટાળવું જોઈએ.

પૂજા ઘરમાં વાસી કે સૂકા ફૂલ ન રાખવા

ભગવાનની આરાધનામાં તાજા ફૂલ અર્પણ કરવા શુભ માનવામાં આવે છે. પરંતુ આગલા દિવસે ચઢાવેલા નિર્માલ્ય કે સૂકા ફૂલોને મંદિરના ખૂણામાં છોડી દેવા જોઈએ નહીં. વાસ્તુ અનુસાર મંદિરમાં સૂકા ફૂલો રાખવાથી નકારાત્મકતા વધે છે અને દરિદ્રતા આવે છે. સવારે પૂજા કરતાં પહેલાં વાસી ફૂલોને હટાવીને વૃક્ષના મૂળમાં કે વહેતા પાણીમાં વિસર્જિત કરવા જોઈએ.

 મૂર્તિઓ અંગેના નિયમો

ગૃહસ્થ જીવન જીવતા લોકોએ ઘરમાં ખૂબ મોટી મૂર્તિઓની સ્થાપના ન કરવી જોઈએ. મંદિરમાં નાની મૂર્તિઓ કે સુંદર તસવીરો રાખવી શ્રેષ્ઠ છે. આ ઉપરાંત, એક જ દેવી-દેવતાની એકથી વધુ મૂર્તિઓ કે તસવીરો સામસામે અથવા સાથે રાખવાનું ટાળવું જોઈએ.

પૂર્વજો (પિતૃઓ)ની તસવીરો મંદિરમાં ન મૂકવી

પૂર્વજો પૂજનીય છે, પરંતુ શાસ્ત્રો અનુસાર ભગવાનના મંદિરમાં પિતૃઓની તસવીરો રાખવી અયોગ્ય ગણાય છે. પિતૃઓની તસવીરો હંમેશાં ઘરની દક્ષિણ દિશાની દીવાલ પર લગાવવી જોઈએ. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન રહે છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે.

શંખ અંગેનો નિયમ

પૂજા ઘરમાં ક્યારેય એક સાથે બે શંખ ન રાખવા જોઈએ. દરરોજની પૂજા માટે માત્ર એક જ શંખ પૂરતો છે. શંખને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે, તેથી તેને સાફ અને પવિત્ર જગ્યાએ રાખવો જોઈએ.

લાડુ ગોપાલની સેવામાં ખાસ કાળજી

જો તમારા પૂજા ઘરમાં લાડુ ગોપાલ (બાળગોપાલ) બિરાજમાન હોય, તો એક બાળકની જેમ નિયમિત સેવા-ચાકરી કરવી જરૂરી છે. તેમને દરરોજ સ્નાન કરાવી સ્વચ્છ વસ્ત્રો પહેરાવવા જોઈએ અને દિવસમાં સમયસર ભોગ અર્પણ કરવો જોઈએ. લાંબા સમય માટે બહાર જવાનું થાય ત્યારે લાડુ ગોપાલને સાથે રાખવા અથવા તેમની સેવા થઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

 શિવલિંગની સાઈઝ અંગૂઠા કરતાં મોટી ન હોવી જોઈએ

ઘરના પૂજા સ્થળમાં રાખવામાં આવતું શિવલિંગ હાથના અંગૂઠાના કદ કરતાં મોટું ન હોવું જોઈએ, કારણ કે શિવલિંગ અત્યંત સંવેદનશીલ અને ઊર્જાવાન માનવામાં આવે છે. તેના પર નિયમિત જળાભિષેક જરૂરી છે. જો મોટું શિવલિંગ સ્થાપિત કરવું હોય તો તેને ઘરના આંગણામાં કે ખુલ્લી જગ્યામાં સ્થાપિત કરવું વધુ હિતાવહ છે.

ધારદાર વસ્તુઓથી મંદિરને દૂર રાખો

મંદિરમાં ક્યારેય કાતર, સોય કે છરી જેવી ધારદાર કે લોખંડની તીક્ષ્ણ વસ્તુઓ ન રાખવી જોઈએ. લોખંડની ધારદાર વસ્તુઓથી નકારાત્મક ઊર્જા આકર્ષાય છે. પ્રસાદ માટે ફળ કાપવા છરીનો ઉપયોગ કરો તો પણ કામ પત્યા પછી તેને તરત જ ધોઈને અન્ય જગ્યાએ મૂકી દેવી જોઈએ.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.