મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં પ્રહલાદનગરનું તળાવ ઓવરફ્લો

અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયો અને તળાવોની સપાટીમાં વધારો થયો છે. શહેરના પોશ ગણાતા પ્રહલાદનગર વ

તસવીર: gstv

અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જળાશયો અને તળાવોની સપાટીમાં વધારો થયો છે. શહેરના પોશ ગણાતા પ્રહલાદનગર વિસ્તારમાં આવેલું પાંચા તળાવ ભારે પાણીની આવકને કારણે ઓવરફ્લો થઈ ગયું છે. તળાવ છલકાઈ જતાં ગેટમાંથી મોટા પ્રમાણમાં પાણી બહાર વહીને સીધા રોડ પર ફરી વળ્યા હતા. તળાવનું પાણી રસ્તાઓ પર આવી જવાના કારણે આસપાસના માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વાહનચાલકો અને રાહદારીઓને આ રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

આ સમાચાર શેર કરો