VIDEO: રાહુલ ગાંધીના સમર્થનમાં IYC કાર્યાલયે લાગ્યા પોસ્ટર
દિલ્હીમાં શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોકરોજ જનતા પાર્ટીનું આંદોલન પુરુ થયુ

દિલ્હીમાં શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોકરોજ જનતા પાર્ટીનું આંદોલન પુરુ થયું. ત્યારે ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યાલય ખાતે રાહુલ ગાંધી અને જનરેશન-ઝેડના સમર્થન બદલ આભાર વ્યક્ત કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરો દ્વારા યુવાનોના સમર્થનને કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે. દિલ્હી ઇન્ડિયન યુથ કોંગ્રેસના પ્રમુખ અક્ષય લાકરાએ યુવાનોના સહયોગ અને ભાગીદારીની પ્રશંસા કરી હતી. આ પોસ્ટરોને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે.




