મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાહુલ ગાંધી આક્રમક; અમિત શાહને પત્ર લખી પૂછ્યું- 'આદેશ કોણે આપ્યો?'

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્

તસવીર: gstv

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના પ્રદર્શન અને તેમના પર થયેલા પોલીસ લાઠીચાર્જ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આકરા પ્રહારો કર્યા છે. આ પત્રમાં રાહુલ ગાંધીએ સીધો સવાલ ઉઠાવતા પૂછ્યું છે કે, શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા માસૂમ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? નોંધનીય છે કે, તાજેતરમાં જ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહેલા છાત્રો પર પોલીસે લાઠીઓ વરસાવી હતી. રાહુલ ગાંધીએ આ ઘટનાની કડક નિંદા કરતા ગૃહ મંત્રાલય પાસે સ્પષ્ટતા માંગી છે. કોંગ્રેસના આ આક્રમક વલણને કારણે આ મુદ્દે હવે રાજકીય ગરમાવો તેજ બન્યો છે.

આ સમાચાર શેર કરો