મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજી ભાદરવી પૂનમ મેળામાં કડક સુરક્ષા સાથે પોલીસકર્મીઓ કરી રહ્યા છે સેવા

શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈભક્તો મા અંબાના

તસવીર: gstv

શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ જવાનો રાઉન્ડ-ધ-ક્લોક ફરજ બજાવીને મેળાની વ્યવસ્થા સુચારુ રાખી રહ્યા છે. સુરક્ષાની સાથે પોલીસે સેવાનો પણ સુંદર સમન્વય સાધ્યો છે. મંદિર પરિસરમાં સ્વચ્છતા જાળવવા ઉપરાંત વૃદ્ધો, દિવ્યાંગો અને જરૂરિયાતમંદ યાત્રાળુઓને વ્હીલચેર મારફતે મંદિર સુધી પહોંચાડીને માતાજીના સુખરૂપ દર્શન કરાવવામાં આવી રહ્યા છે. પોલીસકર્મીઓની આ સેવાભાવના ભક્તો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

આ સમાચાર શેર કરો