VIDEO: અરવલ્લીમાં રૂ.12.5 કરોડના પોલીસ પ્રકલ્પોનું લોકાર્પણ
અરવલ્લી પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ આવાસ વિભાગના મંત્રી કમલેશ પટેલના હસ્તે રૂ.12.5 કરોડના વિવિધ

અરવલ્લી પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ આવાસ વિભાગના મંત્રી કમલેશ પટેલના હસ્તે રૂ.12.5 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. પીઆઈ અને પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ માટે આધુનિક સુવિધાયુક્ત આવાસનું લોકાર્પણ કરાયું. હેડક્વાર્ટર ખાતે પુસ્તકાલય અને આંગણવાડીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી પી.સી. બરંડા, સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું.




