મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રથયાત્રા માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત

અમદાવાદની રથયાત્રાને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ બંધોબસ્તમાં 10 DIG-I

તસવીર: gstv

અમદાવાદની રથયાત્રાને લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ બંધોબસ્તમાં 10 DIG-IG, 42 SP-DCP, 93 ACP, 303  PI, 673 PSI સહિત 1100થી વધુ પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે. રથયાત્રામાં કુલ 30 હજાર પોલીસકર્મીઓ ખડેપગે રહેશે. આ સિવાય 1100 થી વધુ પોલીસ અધિકારીઓ હોમગાર્ડ , SRPની ટુકડીઓ, 5 RAF પેરામિલેટરી ફોર્સ પણ તૈનાત રહેશે. કડક સુરક્ષા માટે ૨૫૦થી વધુ ડીપ પોઈન્ટ ગોઠવવામાં આવ્યાં છે. ૩ હજાર ૭૦૦ cctvથી કોન્ટ્રોલરૂમમાં મોનિટરિંગ થશે. 100 ડ્રોન કેમેરા દ્વારા એરિયન વ્યુથી પણ સતત મોનિટરિંગ થશે. રથયાત્રાને લઈને 5 હજાર અસામાજિક તત્વોની અટકાયત કરવામાં આવી છે.૮ પોલીસ સ્ટેશનની રૂટ પર રથયાત્રા નીકળે છે જયા કંટ્રોલ રૂમ હશે અને પોલીસ કમિશનર કચેરીમાં ૧૨ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.

આ સમાચાર શેર કરો