VIDEO: અભિજીત દીપકેના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત
અભિજીત દીપકેના નિવાસસ્થાન બહાર 50થી વધુ પોલીસકર્મીઓની તૈનાતીથી મહારાષ્ટ્રમાં રાજકીય ચર્ચા તેજ બની છે. દીપકેએ

અભિજીત દીપકેના નિવાસસ્થાન બહાર 50થી વધુ પોલીસકર્મીઓની તૈનાતીથી મહારાષ્ટ્રમાં રાજકીય ચર્ચા તેજ બની છે. દીપકેએ આરોપ લગાવ્યો કે તેમના કાર્યકર્તાઓને દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા આંદોલનમાં ન જવા માટે પોલીસ દ્વારા નોટિસ અને દબાણ કરવામાં આવી રહ્યું છે.. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા દીપકેએ કાર્યકર્તાઓને હેરાન કરવાને બદલે પોતાની ધરપકડ કરવાની પડકારભરી વાત કરી. સાથે જ તેમણે CEC જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ કરી અને માંગણીઓ નહીં સંતોષાય તો દેશભરમાં આંદોલનની ચેતવણી આપી. બીજી તરફ CJPએ 10 ઓક્ટોબરના વિરોધને સમર્થન આપતાં તેને દેશના યુવાનો અને Gen-Zનો અવાજ ગણાવ્યો છે.




