VIDEO:ખેતરમાં ખાંભો, વળતરમાં 'બાંઠો'
સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૨૦ KVની હાઈટેન્શન વીજલાઇનની કામગીરી સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. કચ્છથી શરૂ થયે

સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૨૦ KVની હાઈટેન્શન વીજલાઇનની કામગીરી સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. કચ્છથી શરૂ થયેલી આ વીજલાઇનની કામગીરી હવે સુરેન્દ્રનગરના કોંઢ ગામે પહોંચતા જ વિવાદ વકર્યો છે. તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોના ખેતરોમાં બળજબરીપૂર્વક થાંભલા ઊભા કરાતા, પોલીસની આ કથિત દમનગીરી સામે ખેડૂતોએ હવે બાયો ચડાવી છે.ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે પહેલા જમીનનું પૂરું વળતર ચૂકવવામાં આવે અને માત્ર નક્કી કરાયેલા કોરિડોરમાં જ કામગીરી કરવામાં આવે. આ ગંભીર મુદ્દે આગામી શનિવારે લાલજી દેસાઈ, પાલ આંબલીયા, પ્રવીણ રામ અને ભરતસિંહ સહિતના અગ્રણી ખેડૂત નેતાઓની આગેવાનીમાં કલેક્ટર કચેરીનો ઉગ્ર ઘેરાવ કરવામાં આવશે.



