મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: PM મોદીએ વારાણસીથી ભર્યુ ઉમેદવારી ફોર્મ, અમિત શાહ-રાજનાથ રહ્યાં હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલ ભૈરવના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલ ભૈરવના દર્શન કર્યા બાદ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન કલેક્ટર ઓફિસમાં અમિત શાહ, રાજનાથ સિંહ, ચિરાગ પાસવાન, રામદાસ અઠવાલે, એકનાથ શિંદે અને યોગી આદિત્યનાથ સહિત કેટલાક દિગ્ગજ નેતા હાજર હતા.

આ પહેલા પીએમ મોદી દશાશ્વમેઘ ઘાટ પર પહોંચ્યા હતા અને પૂજા કરી હતી. આ પહેલા પીએમ મોદીએ ગઇકાલે વારાણસીમાં રોડ શો કર્યો હતો. BHUથી કાશી વિશ્વનાથ મંદિર સુધીના આ રોડ શોમાં શહેનાઇ, શંખ અને હર હર મહાદેવના નારા ગૂંજી રહ્યાં હતા. આ દરમિયાન સમર્થકો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

પીએમ મોદીનો ભવ્ય રોડ શો

રોડ શો દરમિયાન રથ પર પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સવાર હતા. રસ્તા પર બન્ને નેતાઓ પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પીએમ મોદી ક્યારેક હાથ જોડીને તો ક્યારેક હાથ હલાવીને સમર્થકોનો આભાર માનતા જોવા મળ્યા હતા.

આ સમાચાર શેર કરો