VIDEO: PM મોદીએ બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારતીય હોકી ટીમ સાથે કરી વાત, ગોલકીપર શ્રીજેશને આપ્યો એક ખાસ સંદેશ
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ સ્પેનને 2-1થી હરાવ્યું હતું. બીજી તરફ વડા
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ સ્પેનને 2-1થી હરાવ્યું હતું. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમના ખેલાડીઓને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમના ખેલાડીઓને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ હરમનપ્રીતને 'સરપંચ સાહેબ' કહીને સંબોધન કરતાં સૌ ખેલાડીઓ હસી પડ્યા હતા. PMએ શ્રીજેશ સાથે પણ વાત કરી હતી અને વખાણ કર્યા હતા. PMએ શ્રીજેશને ટકોર કરી હતી કે તમે સંન્યાસ જાહેર કર્યું છે પણ તમારે નવી ટીમ તૈયાર કરવી પડશે.
કેપ્ટન હરમનપ્રીતે બે ગોલ કર્યા
ભારતીય કેપ્ટન હરમનપ્રીતે પ્રથમ પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. જ્યારે બીજો પેનલ્ટી કોર્નર પર ગોલ હરમનપ્રીતે કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે 2-1થી સરસાઈ મેળવી લીધી હતી.
52 વર્ષે બેક ટુ બેક મેડલ જીત્યા ભારતીય ટીમે
ભારતીય ટીમે 1968 અને 1972માં સતત બે મેડલ જીત્યા હતા. 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યા હતો. 1980 બાદ ઓલિમ્પિકમાં હોકીમાં ભારતીય ટીમના મેડલ જીતવા પર 40 વર્ષ સુધી દુષ્કાળ રહ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતીય ટીમ આ દુષ્કાળનો અંત લાવી હતી. ત્યારે 2024માં પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આમ ભારતીય હોકી ટીમ 52 વર્ષે બેક ટુ બેક ઓલિમ્પિક મેડલ જીત્યા છે.
હોકીમાં ભારતની સિદ્ધિઓ
ઓલિમ્પિક ઇતિહાસમાં ભારતને સૌથી વધુ સફળતા હોકીમાં મળી છે. હોકીમાં ભારતનો આ ચોથો બ્રોન્ઝ મેડલ છે. ઉપરાંત ભારતે હોકીમાં સૌથી વધુ આઠ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પણ જીત્યા છે. ભારતે 1928થી 1956 સુધી સતત છ ગોલ્ડ મેડલ જીત્યા હતા. 1960થી 1972 સુધી ભારતે હોકીમાં સતત ચાર મેડલ જીત્યા હતા. પછી 1976માં ભારત મેડલ જીતવામાં ચૂકી ગયો હતો. જો કે, 1980માં ભારતે ગોલ્ડ મેડલ જીતી ફરી વાપસી કરી હતી.








