VIDEO: પીએમ મોદીની કાશી મુલાકાત; બાબા વિશ્વનાથના દર્શન બાદ ગંગા એક્સપ્રેસ-વેના ઉદ્ઘાટન માટે હરદોઈ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાતના બીજા દિવસે શ્રી કાશી વિશ્વનાથ મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાને બાબા વિશ્વનાથના જળાભિષેક સાથે રાષ્ટ્રની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન સંપૂર્ણ શ્રદ્ધા સાથે વિધિ-વિધાનમાં સહભાગી થયા હતા. મંદિર પરિસરમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાશી વિશ્વનાથ ધામના નિર્માણ બાદ આ સ્થળના બદલાયેલા સ્વરૂપ અને દિવ્યતાની વચ્ચે પીએમની આ મુલાકાત ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જગાડનારી રહી છે. કાશીની મુલાકાત બાદ પીએમ મોદી હરદોઈ ખાતે ગંગા એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કરવા રવાના થયા હતા.
જાહેરાત







